અકસ્માત: કાળીમહુડી ગામમાં વાહનની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સંજેલીના કાપડના વેપારી દાહોદથી આવતા હતા
  • અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

દાહોદ જિલ્લાના સંજેલીમાં રહેતા અને કાપડના વેપારી યશવંતભાઇ અમરતલાલ કોઠારી ગતરોજ એક્ટિવા ઉપર દાહોદથી સંજેલી આવતા હતા. ત્યારે બપોરે કાળીમહુડી ગામે પાટીયા નજીક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક્ટિવાને અડફેટે લેતાં યશવંતભાઇ રોડ ઉપર પડી ગયા હતા. જેમાં તેમને માથામાં તથા છાતીના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થઇ હતી. અકસ્માત થતાં આજુબાજુમાંથી લોકો ભેગા થઇ ગયા હતા અને 108ને જાણ કરી બોલાવી દાહોદ સરકારી દવાખાને લઇ જતાં રસ્તામાં પ્રાંણપંખેરૂ ઉડી જતાં તેમનુ મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે હાર્દિકકુમાર કમલેશભાઇ નાયટાએ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: