અકસ્માત: એસટી બસની બ્રેક ફેલ થતા રહેણાંક વિસ્તારમાં ઘુસી ગઈ, બે અબોલ પશુઓનો ભોગ લેવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • દાહોદ પાસે કાળી મહુડીમાં બસની બ્રેક ફેલ થતા રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા દોડધામ મચી
  • એસટી બસ દાહોદથી ઝાલોદ જઈ રહી હતી

ઝાલોદ તાલુકાના કાળી મહુડી નજીક બસની બ્રેક ફેલ થઈ જતા બસ રહેણાંક વિસ્તારમાં ઘુસી ગઈ હતી. તેમાં બસે બે પશુઓનો ભોગ લીધો છે. અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ ફેલાઇ હતી.

બ્રેક ફેલ બસ રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા દોડધામ મચી ગઇ

શનિવાર તારીખ 3 એપ્રિલના રોજ સવારે દાહોદ બસ સ્ટેશનથી એસટી બસ ઝાલોદ જવા નીકળી હતી. ત્યારે દાહોદ અને લીમડી વચ્ચે કાળી મહુડી ગામ નજીક આવતા જ આ બસની બ્રેક એકાએક જ ફેલ થઈ ગઈ હતી. જેને કારણે બસ હાઈવે નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા દોડધામ મચી ગઇ હતી. તેમજ બસમાં સવાર મુસાફરોનો જીવ પણ તાળવે ચોંટયો હતો.

આ વિસ્તારમાં કેટલાક પશુઓ બાંધેલા તેમજ છુટા ફરતા હતા. તેમાના બે પશુ બસની અડફેટે આવી જતા ગંભીર ઈજાને કારણે બન્નેના મોત નીપજ્યા છે. જો કે કોઈ વ્યકિત કે બાળકને આંચ આવી નથી. બસની બ્રેક ફેલ થતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ વસાહતમાં ઘુસી ગઈ હતી. કે પછી અકસ્માત ટાળવા ચાલકે બસને વાળી દીધી હતી તે સંશોધનનો વિષય છે. જેમાં અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: