અકસ્માત: ઇન્દોર હાઇવે ઉપર એમ્બ્યુલન્સને ટક્કર મારતાં બાઇક ચાલક ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • એમ્બ્યુલન્સને ટક્કર વાગી હોઇ ગાડીનો મેન કાચ તૂટી ગયો
  • એમ્બ્યુલન્સના ડ્રાઇવરની દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ

અમદાવાદ સિવીલ હોસ્પિટલની બાજુમાં રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતાં ગૌતમભાઇ જયન્તીલાલ ડાભી ગતરોજ જીજે-08-વાય-8707 નંબરની ઇક્કો ફોરવ્હીલ એમ્બ્યુલન્સમાં ડેડબોડી લઇને મધ્યપ્રદેશના જાવરા જતા હતા.

તે દરમિયાન રાત્રીના 8.30 વાગ્યાના અરસામાં દાહોદ જુના આર.ટી.ઓ. રોડ પાસે સામેથી રોંગ સાઇડે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતાં જીજે-20-એજે-6644 નંબરની મોટર સાયકલના ચાલકે એમ્બ્યુલન્સને ડ્રાઇવર સાઇડમાં ટક્કર મારી ગાડીના આગળનો મેન કાચ ટુટી ગયો હતો અને મોટર સાયકલ ચાલક પણ ગાડી સાથે ફેકાઇ જતાં ઘાયલ થયો હતો.

ઇજાગ્રસ્ત મોટર સાયકલ ચાલકને 108 દ્વારા દાહોદ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ સંદર્ભે એમ્બ્યુલન્સના ડ્રાઇવર ગૌતમભાઇ જયન્તીલાલ ડાભીએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: