અકસ્માત: ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર રાંધણ ગેસના બાટલા ભરેલી ગાડી રહેણાંક વિસ્તારમાં પલ્ટી મારતા ચકચાર મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અન્ય એક બાટલા ભરેલી ગાડી ચાલકની ભૂલના લીધે રોડથી નીચે ઉતરી
  • સદ્દભાગ્યે મોટી જાનહાની બનતા ટળી, મૂંગા પશુઓનો આબાદ બચાવ

ઇન્દોર નેશનલ હાઇવે પર આજરોજ ગોધરાથી ઇન્ડિયન કંપનીના રાંધણ ગેસના બાટલા ભરેલી ટ્રકો દાહોદ તરફ આવી રહી હતી. ત્યારે રસ્તામાં લીમખેડા તાલુકાના પાણીયાગામે ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રાંધણ ગેસના બાટલા ભરેલી ટ્રક નજીકમાં આવેલા રહેણાંક મકાનો પાસેના આંગણામાં લાકડાની વાડ સાથે અથડાઈ બે પલટી મારતા આસપાસના લોકોમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.

ટ્રક હેન્ડબ્રેક માર્યા વગર ચાલુ હાલતમાં ઉભી રાખી

જોકે ભેગા થયેલા આસપાસના લોકોએ ટ્રક પાસે આવી તપાસ કરતા ચાલક ફસાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ પાછળથી ઇન્ડિયન ગેસની આવી રહેલી ગાડીના ચાલકે રાંધણગેસના ભરેલા બાટલાની ગાડી પલટી ખાધેલી હાલતમાં જોતા તેણે ટ્રક હેન્ડબ્રેક માર્યા વગર ચાલુ હાલતમાં ઉભી રાખી જોવા જતા તે ટ્રક પણ ગગડીને નજીકના રોડની સાઈડમાં આવેલા લાકડાની વાડ સાથે અથડાઈને ઉભી રહી ગઈ હતી.

જવાબદાર વ્યક્તિને બાટલા ભરેલી ગાડીનું સંચાલન સોંપવું જોઇએ

જો આ ભરેલા બાટલામાંથી એકાદ બાટલો બ્લાસ્ટ થયો અથવા લીકેજ થયો હોત તો કેટલી મોટી જાનહાનિ સર્જાઇ હોત તે કલ્પના બહારનું છે. જોકે ગેસ એજન્સી તેમજ ગેસ કંપનીવાળાઓએ લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ તમામ બાબતે વેરિફિકેશન કરી જવાબદાર વ્યક્તિને બાટલા ભરેલી ગાડીનું સંચાલન સોંપવું જોઇએ તે જ માનવ હિતમાં અનિવાર્ય છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: