અકસ્માત: અનાજના પોટલા સાથે મજૂરો ભરેલી આઈશરે પલટી મારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અમદાવાદથી તારમી છાપરી જતા 20 મજૂરોને ઈજા

સંજેલી ભાણપુર પાસે વડલાવાળી ઘાટીમાં વહેલી સવારે અમદાવાદથી સીંગવડ તાલુકાનાં તારમી છાપરી ગામે જઈ રહેલા મજુરો ભરેલી આઈસર પલ્ટી મારતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.અમદાવાદથી મજુરી કરી તારમી છાપરી ગામે અમદાવાદથી આઈશર લઇ આવી રહ્યા હતા તે દરમ્યાન વહેલી સવારે ભાણપુર પાસે વડલાવાળી ઘાટીમાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં રોડ નજીક પલ્ટી મારી હતી બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.

દબાયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે ખસેડ્યાં હતાં મળતી માહિતી પ્રમાણે આઇશરમાં 20 મજુરોને નાની મોટી ઇજાઓ થવા પામી છે.જેમને સંજેલીની પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર લીધી છે.આ બાબતે હજુ ફરિયાદ દાખલ કરી નથી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: