અકસ્માતમાં હાથ ગુમાવનાર સગીરને 9.45 લાખનું વળતર ચુકવવા આદેશ

મુવાડામાં અકસ્માતમાં ડાબો હાથ કાપી નાંખવો પડ્યો હતો પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ડી.ટી.સોનીનો…

  • Dahod - અકસ્માતમાં હાથ ગુમાવનાર સગીરને 9.45 લાખનું વળતર ચુકવવા આદેશ

    ઝાલોદ તાલુકાના મુવાડા ગામે તા.8/4/2009ના રોજ ભયલુ ઉર્ફે જગદીશ તથા ફળીયાના બીજા માણસો રસ્તાની સાઇડે ચાલતા ચાલતા જતા હતા. ત્યારે સાંજના 5.30 વાગ્યાના સુમારે જીજે-20-બી-3781 નંબરના ટ્રેક્ટરના ચાલકે અકસ્માત કરતાં ભયલુ ઉર્ફે જગદીશ કસુભાઇ ડામોરનો ડાબો હાથ ખભાના નીચેથી કાપી નાખવો પડ્યો હતો. ભયલુ ઉર્ફે જગદીશના પિતા કસુભાઇ પુનાભાઇ ડામોર રહે. મછાર ફળિયા, જેતપુર તાલુકો ઝાલોદ, જિ.દાહોદનાઓએ એડવોકેટ એહસાન એન. કપડવંજવાલા દાહોદનાઓ મારફતે દાહોદ જિલ્લાના મોટર એક્સીડેન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલની કોર્ટમાં અકસ્માત વળતર અરજી દાખલ કરવામાં આવી હતી.

    જે અકસ્માત વળતર અરજી દાહોદ જિલ્લાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ ડી.ટી.સોનીની કોર્ટમાં ચાલી જતાં એડવોકેટ કપડવંજવાલાની ધારદાર રજુઆતોને ધ્યાનમાં રાખીને અકસ્માતમાં ઇજા પામનાર સગીર ભયલુ ઉર્ફે જગદીશ કસુભાઇ ડામોરને રૂ.9,45,000 રૂપિયા 8 ટકા વ્યાજ તથા ખર્ચ સહિતની રકમ ચુકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: