અંતેલામાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર એકનું મોત

અન્ય બે યુવકો ગંભીર રૂપે ઘાયલ થયા રમત-ગમત

 • Dahod - અંતેલામાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર એકનું મોત

  દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે અજાણ્યા વાહને મોટર સાઇકલને ટક્કર મારતાં તેની ઉપર સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય બે યુવકો ગંભીર રૂપે ઘાયલ થયા હતાં. પોલીસે ગુનો દાખલ કરીને વાહનની શોધખોળ શરૂ કરી છે.

  લીમખેડા તાલુકાના કંબોઇ ગામના વીજયભાઇ રમણભાઇ ચૌહાણ,રીફલભાઇ ભલાભાઇ ચોહાણ અને નિલેશભાઇ નગાભાઇ બારિયા જીજે-10-એઇ-9960 નંબરની મોટર સાઇકલ ઉપર બેસીને કામ અર્થે જઇ રહ્યા હતાં. તે વખતે બપોરના 3.30 વાગ્યાના અરસામાં દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામમાં અજાણ્યા વાહને તેમની મોટર સાઇકલને અડફેટમાં લીધી હતી. અકસ્માત બાદ ચાલક પોતાનું વાહન લઇને ફરાર થઇ ગયો હતો. મોટર સાઇકલ લઇને રસ્તા ઉપર પટકાયેલા ત્રણે યુવકો ગંભીર રૂપે ઘાયલ થયા હતાં.જેમાંથી માથાની ઇજાને કારણે વીજયભાઇનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું. આ બનાવ અંગે કંબોઇ ગામના રમણભાઇ ભીમસિંગભાઇ ચૌહાણે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

  16.86 કરોડના ખર્ચે બનાવેલ અદ્યતન સ્પોર્સ્ટ એકેડેમી

  ભાસ્કર ન્યૂઝ | દેવગઢ બારિયા

  ગાંધીનગર રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા ગુજરાત ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરીટ દ્વારા દેવગઢ બારીયા જયદિપસિંહજી જિલ્લા રમત ગમત સંકુલ ખાતે રૂ. ૧૬.૮૬ કરોડના ખર્ચે સ્પોર્ટસ હોસ્ટેલ તથા સ્પોર્ટસ એકેડેની સેન્ટરના અદ્યતન નવનિર્મિત ભવનનું લોકાર્પણ તથા એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડનું ખાતમુર્હત ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે તા.૨૧ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે કરવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજય મંત્રી ઇશ્વરભાઇ પટેલ, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ,પશુપાલન રાજયમંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહેશે જયારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ યોગુશભાઇ પારગી, માજી રમત ગમત અને પ્રવાસન રાજયમંત્રી ઉર્વશીદેવીજી મહારાઉલ, કલેકટર વિજય ખરાડી તથા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સચિવ વી.પી.પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લાની જાહેર જનતાને તથા રમત-ગમતમાં રસ ધરાવતા નાગરિકોને ઉપસ્થિત રહેવા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ ડી.ડી.કાપડીયાએ નિમંત્રણ પાટવ્યું છે.

  દેવગઢ બારીયામાં આજે સ્પોર્ટસ ગર્લ્સ હોસ્ટેલ અને એકેડેમી સેન્ટરના ભવનનું લોકાર્પણ કરાશે. નીલ સોની

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: